રીડગુજરાતી વધુ સારી સેવાઓ આપી શકે તેમજ સાઈટ માટેના થતા ખર્ચને પહોંચી શકે તે માટે આપના તરફથી આર્થિક સહાય આવકાર્ય છે. યોગદાન આપનાર વ્યક્તિને સાઈટનો ઉદ્દેશ, તેનું સ્વરૂપ, સાઈટની પ્રવૃત્તિઓ તેમજ પ્રાપ્ત થતી રકમનો ઉપયોગ કયા કાર્ય માટે કરવામાં આવે છે તેની માહિતી મળે એ જરૂરી છે.
રીડગુજરાતીનો મુખ્ય ઉદ્દેશ સત્વશીલ સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનો અને સાથે સાથે નવોદિત લેખકોને એક માધ્યમ પૂરું પાડવાનો છે. આ ઓનલાઈન મેગેઝીન પર આવતી તમામ વાંચનસામગ્રી લેખકો, પ્રકાશકો, તેમજ વાચકો પાસેથી પ્રાપ્ત થાય છે. વ્યક્તિનું જીવનઘડતર કરે, પ્રસન્નતા આપે અને સાત્વિક મનોરંજન પૂરું પાડે તેવા લેખો શોધવામાં આવે છે ત્યાર બાદ તેનું ટાઈપિંગ કરવામાં આવે છે અને તે પછી તેને પ્રકાશિત કરવામાં આવે છે. શક્ય બને ત્યાં સુધી જે તે લેખ પર પ્રાપ્ત થતી કોમેન્ટસ (પ્રતિભાવો) જે તે લેખક સુધી પહોંચાડવામાં આવે છે. વાચકો પાસેથી પ્રાપ્ત થતા યોગદાનનો ઉપયોગ ટાઈપિંગ, ડિઝાઈનીંગ તેમજ અન્ય વહીવટીખર્ચ માટે કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ રીડગુજરાતી ઓનલાઈન મેગેઝીન હોવાથી ઈન્ટરનેટ કનેકશન અને સર્વર પેટે નિશ્ચિત વાર્ષિક રકમ ચૂકવવી પડતી હોય છે, જે મોટેભાગે જાહેરાતોમાંથી પ્રાપ્ત થઈ શકે તેવું આયોજન વિચારાયું છે. તેમ છતાં, પ્રાપ્ત થતાં યોગદાનનો કેટલોક હિસ્સો આ કાર્ય માટે પણ વાપરવામાં આવે છે.
છેલ્લા બે વર્ષમાં રીડગુજરાતીને અઢળક વાચકોની કૃતિઓ (એટલેકે નવોદિત સર્જકોની કૃતિઓ) પ્રાપ્ત થઈ છે. મોટેભાગે એમ બનતું હોય છે કે ઘણા નવોદિત લેખકો/કવિઓને પોતાનું પુસ્તક છપાવવાની ઈચ્છા હોય છે, પરંતુ છાપકામનો મોટો ખર્ચ બધા લોકો પહોંચી શકતા નથી. રીડગુજરાતી આ ક્ષેત્રે વિશેષ કાર્ય કરવાની ઈચ્છા ધરાવે છે. રીડગુજરાતી નવોદિતોની રચનાઓનો સમાવેશ કરતા પુસ્તકનું પ્રકાશન કરવાનું વિચારી રહ્યું છે. આ પ્રકારના પુસ્તકના પ્રકાશન માટે આપનું યોગદાન ખૂબ ઉપયોગી થઈ રહેશે.
આ સાથે વાચકોએ એ પણ નોંધ લેવી કે, રીડગુજરાતી કોઈ પણ સંસ્થા, પ્રકાશક, મંડળ, ટ્રસ્ટ, કંપની, કોઈ પણ પ્રકારની ઓનલાઈન સાઈટો કે અન્ય કોઈ માધ્યમ સાથે કોઈ રીતે સંકળાયેલું, જોડાયેલું કે સંલગ્ન નથી અને ન તો સાઈટનો કોઈ વ્યવસાયિક ઉદ્દેશ છે. સાઈટ પર જાહેરાતો તેમજ ઉપરોક્ત પ્રવૃત્તિઓનો ઉદ્દેશ માત્ર એટલો છે કે જેથી સાઈટનો ખર્ચ સરળતાથી નીકળી શકે અને આ પ્રવૃત્તિનો આનંદ અવિરતપણે આપણને મળતો રહે. અહીં નીચે આપેલા બટન ને કલીક કરીને આપ આપનું યોગદાન રીડગુજરાતીને આપી શકો છો. યોગદાનની બાબત અંગે આપ ગમે ત્યારે તંત્રીશ્રીનો ફોન અથવા ઈ-મેઈલથી સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આર્થિક સહાય કરતા દાતાઓનું લીસ્ટ અહીં નીચે મુજબ છે.
| ક્રમ | દાતાનું નામ | શહેરનું નામ |
| 1 | ધીરુભાઈ ચૌહાણ | અમેરિકા |
| 2 | દિપીકાબેન પટેલ | અમેરિકા |
| 3 | કાનનબેન દવે | અમેરિકા |
| 4 | તપનકુમાર પારેખ | અમેરિકા |
| 5 | ગોપાલભાઈ પારેખ | વાપી, ભારત |
| 6 | આશિષભાઈ દવે | અમેરિકા |
| 7 | દક્ષેશભાઈ પટેલ | અમેરિકા |
| 8 | કેયૂરભાઈ પટેલ | અમેરિકા |
| 9 | સંગીતાબેન દત્તાણી | લેસ્ટર, યુ.કે. |
| 10 | કૌશિકભાઈ જોષી | વડોદરા, ભારત |
| 11 | ચુનીભાઈ શાહ | નૈરોબી, આફ્રિકા |
| 12 | શ્રી વલ્લભભાઈ | અમેરિકા |
| 13 | વિવેકભાઈ શાહ | ટોરન્ટો, કેનેડા |
| 14 | ચેતનાબેન પટ્ટણી | ન્યુજર્સી, અમેરિકા |
| 15 | ભુપેન્દ્રભાઈ શાહ | વોશિંગ્ટન, અમેરિકા |
| 16 | હેતલબેન પંચોલી | અમેરિકા |
| 17 | કલ્પેશભાઈ શાહ | અમેરિકા |
| 18 | ભાર્ગવ પંડ્યા | અમેરિકા |
| 19 | પંચમ શુક્લ | યુ.કે. |
| 20 | રમણભાઈ દેસાઈ | વડોદરા, ગુજરાત |
| 21 | યજ્ઞેશભાઈ દવે | દાહોદ, ગુજરાત |
| 22 | મેહુલભાઈ શાહ | અમેરિકા |
| 23 | ભરત દલાલ | અમેરિકા |
| 24 | હિમાંશું ઝવેરી | અમેરિકા |
| 25 | જિજ્ઞેશકુમાર મિસ્ત્રી | અમેરિકા |
| 26 | વિરેન શાહ | અમેરિકા |
| 27 | મનન મહેતા | અમેરિકા |
| 28 | કેતુલ શાહ | બૅંગલોર, ભારત |
| 29 | કુલીન ચોકસી | અમેરિકા |
| 30 | મિલન શાહ | અમેરિકા |